નવી દિલ્હી: ભારતીય સેનાને હવે કાશ્મીરમાં ઘરોમાં છૂપાઈને સંરક્ષણ મેળવતા આતંકીઓના સફાયા માટે નવા હથિયાર મળવાના છે. ભારતીય સેનાને આવા 10 લાખ જેટલા હેન્ડ ગ્રેનેડ મળવાના છે જે મલ્ટી પર્પઝ હશે. તેને સ્ટન ગ્રેનેડ (stun grenade)ની જેમ ઉપયોગમાં લઈ શકાશે અને સામાન્ય ફ્રેગમેન્ટેડ ગ્રેનેડ (fragmented grenade)ની જેમ પણ. સ્ટન ગ્રેનેડને જો કોઈ રૂમમાં ફેંકવામાં આવે તો તેના વિસ્ફોટથી કોઈનો જીવ નહીં જાય પરંતુ ત્યાં હાજર દરેક વ્યક્તિ થોડીવાર માટે નિષ્ક્રિય થઈ જશે. તેનાથી આતંકીઓને જીવતા પકડવા શક્ય બનશે અને કાર્યવાહી બહુ લોહીયાળ પણ નહીં થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશના ટોપ કમાન્ડર સહિત 5 આતંકીઓનો ખાત્મો


ભારતીય સેના માટે આ 10 લાખ હેન્ડ ગ્રેનેડ 531 કરોડ રૂપિયાની કિંમત આવશે. 2010માં સેના માટે આ પ્રકારના મલ્ટી મોડ ગ્રેનેડ્સની શોધ શરૂ થઈ છે. DRDOએ આ માટે લાંબું રિસર્ચ કર્યું અને 2017માં તેની ડિઝાઈન તૈયાર કરી લીધી. ત્યારબાદ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ એટલે કે OFB અને ઈકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડે તેના ઉત્પાદનની શરૂઆત કરી. આખરે આ ગ્રેનેડ્સના સપ્લાય માટે ઈકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડને જ જવાબદારી સોંપાઈ છે. 


રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ ગ્રેનેડ્સ પર લાગેલા એક નાના ભાગ દ્વારા આ  ગ્રેનેડ્સને સ્ટન કે ફ્રેગમેન્ટેશન ગ્રેનેડની જેમ ઉપયોગમાં લઈ શકાશે. ભારતીય સેના હાલ જે પણ હેન્ડ ગ્રેનેડ્સનો ઉપયોગ કરે છે તેની મારક ક્ષમતાની મર્યાદા 8 મીટર સુધીની હોય છે. આતંકવાદ વિરોધી અભિયાનોમાં હેન્ડ  ગેનેડ્સનો ઉપયોગ ખુબ કારગર સાબિત થાય છે. સેના રાઈફલો દ્વારા દૂર સુધી ફેંકાઈ શકાતા રાઈફલ ગ્રેનેડ્સનો પણ આતંકવાદીઓ વિરુદ્ધ ઉપયોગ કરે છે. પરંતુ આ બધાની મારક ક્ષમતા ખુબ હોય છે અને તેના ઉપયોગ બાદ આતંકીઓને જીવતા પકડવાની સંભાવના ઓછી હોય છે. 


લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...